જામનગર

જામનગરમાં 24 કલાકમાં સાત ઈંચ ખાબક્યો, મેંદરડામાં છ ઈંચ, સૌરાષ્ટ્રમાં જામ્યો મેઘો

જામનગરઃ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. જ્યારે સવારે આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણા, વલસાડના કપરાડા, બનાસકાંઠાના અમીરગઢ તેમજ જૂનાગઢના વંથલી અને કેશોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવાડ, સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ તાલુકા અને શહેર ઉપરાંત માણાવદર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે આજ સવારથી સુરતના કામરેજ અને સુરત શહેર, વલસાડના વાપી અને પારડી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના પડધરી, જેતપુર અને ધોરાજી, નવસારીના ખેરગામ, જૂનાગઢના ભેંસાણ અને કચ્છના ગાંધીધામ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૦૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો જામનગરમાં રણજીતસાગર સહિત અનેક ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

SEOC ગાંધીનગરના રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૮.૬૧ ટકા જેટલો નોંધાયો છે. આજે, તા. ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button