જામનગરઃ મિનિબસમાંથી ઝડપાયું કૂટણખાનું, સુવિધા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

જામનગરઃ શહેરમાં રણજીતનગરમાં મિનિબસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. અંદરની સુવિધા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ટેમ્પો ટ્રાવેલ્સમાં એસી, શેટી પલંગ, મોબાઈલ ફોન, ગાદલા, કોન્ડોમના પેકેટ મળી કુલ 15.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જામનગરના રણજીતનગરમાં રહેતો નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા કોઈ કામ ધંધો કરતો નહોતો. સરકારી જગ્યાના કમ્પાઉન્ડમાં ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં શેટી પલંગ, એસી, ગાદલા સહિતની સુવિધાઓ પૂરી પાડી અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવીને બહારથી પુરુષોને શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડવામાં આવ્યો હતો. એક યુવક યુવતી સાથે શરીરસુખ માણતો હતો ત્યારે પોલીસ રેઇડ પાડતા તે ભાગી છૂટ્યો હતો.
આરોપી અશોકસિંહ પુરુષ ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા લેતો હતો. જેમાંથી તે યુવતીને 500 રૂપિયા આપતો હતો અને પોતે બાકીના રૂપિયા રાખતો હતો. પોલીસે તેની પાસેખથી કબજે કરેલા ફોનમાંથી દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિતની યુવતીઓના મોબાઈલ નંબર, બિભત્સ ફોટા તેમજ વોટ્સએપ ગ્રુપ મળી આવ્યું હતું. પોલીસે આરોપીનું રેકેટ ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે, કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરી હતી.
આપણ વાંચો: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટઃ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા