કાલાવાડના રણુજામાં લોકડાયરામાં પૂનમ માડમ પર ડૉલર અને સોના-ચાંદીનો વરસાદ થયો | મુંબઈ સમાચાર
જામનગર

કાલાવાડના રણુજામાં લોકડાયરામાં પૂનમ માડમ પર ડૉલર અને સોના-ચાંદીનો વરસાદ થયો

જામનગર: જિલ્લામાં કાલાવડના જુના રણુજામાં ભવ્ય લોકડાયરો અને મેળાનું આયોજન થયું હતું. જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. લોકડાયરામાં સાંસદ પૂનમ માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના પર ડૉલર અને રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. લોકડાયરામાં હાજર રહેલા ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ પાઘડી પહેરાવની પૂનમ માડમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ભક્તિભાવપૂર્વક પૂનમ માડમ પર ડૉલર, સોના-ચાંદી અને રૂપિયા 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

રણુજામાં આવેલા રામદેવપીરના સાનિધ્યમાં યોજાયેલા લોકડાયરા દરમિયાન કલાકારોએ રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી હતી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઈટથી રામદેવપીરની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે ઉપસ્થિત સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશલાઈટથી આરતીમાં ભાગ લીધો હતો.

પાંચ દાયકાથી વધુ સમયથી રણુજામાં યોજાતો આ પરંપરાગત મેળો સમાજની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓએ દર્શન કરી પ્રસાદ લીધો અને મેળાનો આનંદ માણ્યો હતો.

આપણ વાંચો: ગુજરાત 266માંથી 68 ઉમેદવાર કરોડપતિ, રૂ.147 કરોડ સાથે ભાજપના પૂનમ માડમ સૌથી અમીર

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button