જામનગરટોપ ન્યૂઝ

PM Modi જામનગર પહોંચ્યા, એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી રોડ શો યોજાયો…

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે જામનગર પહોંચ્યા હતાં. એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી તેમનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલીને પ્રધાનમંત્રી પાયલોટ બંગલા ખાતે પહોચ્યા હતાં અને જામસાહેબ શત્રુશલ્યસિંહજીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી લાલ બંગલા સ્થિત સરકીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.

Also read : વિજાપુર: સસ્તા અનાજના કાળા કારોબારનો થયો પર્દાફાશ

રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીની જામનગર મુલાકાતને લઈને વહિવટી સજ્જ થઈ ગયું હતું. જામનગર એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. સર્કિટ હાઉસમાં પણ એસપીજી કમાન્ડોની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સ્વાગતમાં મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Also read : ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં બિલાડીમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, તંત્રમાં દોડધામ

સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે

પ્રધાનમંત્રી મોદી જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે. રવિવારે બપોરે સુધી વનતારાની મુલાકાત લેશે. ત્યાર બાદ ગીર સોમનાથ ખાતે ગીર સોમનાથ તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. સાંજે સાસણગીર ખાતે આયોજિત વન વિભાગની કોન્ફરન્સમાં હાજરી આપશે. સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે. સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરી રાજકોટ એરપોર્ટ પર ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button