કચ્છથી દ્વારકા જતાં પદયાત્રીકોને કાળ આંબી ગયો, હિટ એન્ડ રનમાં ત્રણનાં મોત

જામનગરઃ રાજ્યમાં હિટ એન્ડ રનની (hit & run) ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જામનગરના (jamnagar) જોડિયામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીકોને ટક્કર મારી હતી. દરમિયાન બાલંભા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ પદયાત્રીકોના મોત થયાં છે.
પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યા હતા
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી હતી. પદયાત્રીઓને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેને શોધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી હતી. આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો હતો.
આ પણ વાંચો…ગુજરાતમાં એક વર્ષની મુદત પુરી થયા બાદ માત્ર આટલી જ પ્રી-સ્કૂલોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, જાણો વિગત
ત્રણ દિવસમાં બીજી ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા જામનગરની ભાગોળે દરેડ મસિતીયા રોડ પર 14મી ફેબ્રુઆરી મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો. જામનગરના દરેડ-મસીતીયા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક રઝાક અબ્બાસભાઇ ખફી (ઉ.વ.22)ને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયા ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.