જામનગર

જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂરા થવા મુદ્દે નીતા અંબાણીએ કહ્યું ‘જામનગર’ રિલાયન્સનો આત્મા…

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની (Reliance) જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવા પર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમારોહને સંબોધિત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ (Nita Ambani) ધીરુભાઈ અંબાણી અને જામનગર પ્રત્યેના તેમના લગાવને યાદ કર્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતને મળી શકે છે વધુ 10 નવી મહાનગર પાલિકા! રાજ્ય સરકાર વિચારણા

જામનગર રિલાયન્સની આત્મા

સંબોધતા નીતા અંબાણીએ કહ્યું કે, જામનગર માત્ર એક સ્થળ નથી, પરંતુ તે રિલાયન્સની આત્મા છે, તે આપણા હૃદયમાં ઊંડે સુધી છે. આ કોકિલા મમ્મીનું જન્મસ્થળ છે. તે તેના મૂળ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આજે આપણી સાથે છે અને તેમના આશીર્વાદથી જ બધું શક્ય બન્યું છે. તમે અમારા માટે જે કર્યું છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.

ધીરુભાઈ અંબાણીનું કાર્યસ્થળ

પપ્પા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું, તેમનું ભાગ્ય હતું. તે તેમની ફરજ, સમર્પણ અને હેતુનું પ્રતીક છે. થોડા દિવસ પહેલા જ તેમનો 92મો જન્મદિવસ આવ્યો હતો. હું આશા રાખું છું કે તેમના આશીર્વાદ જામનગરમાં આપણા બધા પર વરસતા રહે. મુકેશ માટે જામનગર આદરનું સ્થાન છે, ભક્તિ અને આદરની ભૂમિ છે.

આ પણ વાંચો : દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ

મુકેશે તેના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું

અહીં પપ્પાએ વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરીનું સ્વપ્ન જોયું હતું અને મુકેશે તેના પપાનું સ્વપ્ન સાકાર કર્યું. અમારા બાળકો ખાસ કરીને અનંત માટે, આ સેવાની ભૂમિ છે, તેમની સેવા અને કરુણાની ભૂમિ છે. આ જમીન માત્ર એક સ્થળ નથી. તે આપણા પરિવારના વિશ્વાસ અને આશાઓનું ધબકતું હૃદય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button