જામનગરમાં મોટી દુર્ઘટના! Air Force નું લડાકુ વિમાન થયું ક્રેશ, આસપાસના વિસ્તારમાં લાગી આગ | મુંબઈ સમાચાર

જામનગરમાં મોટી દુર્ઘટના! Air Force નું લડાકુ વિમાન થયું ક્રેશ, આસપાસના વિસ્તારમાં લાગી આગ

જામનગરઃ મહેસાણા બાદ હવે જામનગરમાં પ્લેટ ક્રેસ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ. કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું, જેથી ઘટના સ્થળ પર લોકોના ટોળા આવી પહોંચ્યાં હતા.

આ અંગે મળતી માહિતી મુજબ આ એરફોર્સનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે એકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે

લડાકુ વિમાન ક્રેશ થતા પ્લેનના અનેક ટુકડાઓ થયા

નોંદનીય છે કે, પ્લને ક્રેશ થતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. મળતી જાણકારી પ્રમાણે ફાઈટર પ્લેનના અનેક ટુકડાઓ થયા હતાં. એટલું જ નહીં પરંતુ પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને તંત્ર પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યું. પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હજી જાનમાલના નુકસાનની કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થતા દોડધામ મચી છે.

આ પણ વાંચો: હરિયાણામાં એર ફોર્સનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટનો આબાદ બચાવ

પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી

અત્યારે જામનગરના સુવરડા રોડ નજીક પ્લેન ક્રેશ થવાની ઘટના બની, જેને લઈને આસપાસના વિસ્તારમાં આગ લાગી હતી. નોંધનીય છે કે, એરફોર્સનું પ્લેન ક્રેશ થતા વાડી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેથી આસપાસના વિસ્તારોમાં ભાગે દોડધામ મચી જવા પામી હતી. આ પહેલા મહેસાણામાં ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં એક મહિલા પાયલોટ ઘાયલ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

Back to top button