જામનગરમાં માગણી નહીં સ્વીકારતા વિધવા મહિલાની કરપીણ હત્યા, સંતાનો નિરાધાર | મુંબઈ સમાચાર
જામનગર

જામનગરમાં માગણી નહીં સ્વીકારતા વિધવા મહિલાની કરપીણ હત્યા, સંતાનો નિરાધાર

જામનગરઃ તાલુકાના સિક્કા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પંચવટી સોસાયટીમાં રહેતી એક વિધવા મહિલાની ગુરુવાર, 14 ઓગસ્ટની મોડી રાત્રે, તલવારના લગભગ ચાર ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપમાં એક હોટેલ સંચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

માહિતી મુજબ મહિલા પાસે અઘટિત માંગણી કરવામાં આવી હતી, જેનો તેણે ઇનકાર કરતા હત્યા કરવામાં આવી હતી. પોલીસ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આપણ વાંચો: ચાર વર્ષની ભાણેજ ‘ગુમ’ થયાના એક વર્ષ બાદ તેની હત્યા કરવા બદલ માસી-માસાની ધરપકડ…

મળતી વિગત વિગત અનુસાર જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં રહેતી 36 વર્ષીય મહિલાએ રાતના લગભગ દોઢ વાગ્યાની આસપાસ તલવારથી ચાર ઘા મારવામાં આવ્યા હતા, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.

આરોપીએ મૃતક મહિલા પાસે અઘટીત માંગણી કરી હતી. પોલીસ આ મામલે સલાયામાં રહેતા મૃતકના ભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સિક્કામાં જ રહેતા અને સિક્કા હાઇવે રોડ પર હોટેલ ચલાવતા સુખદેવસિંહ વીરાજી જાડેજા નામની વ્યક્તિ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ભિવંડીમાં ભાજપના યુવા મોરચાના પદાધિકારી સહિત બેની કરપીણ હત્યા…

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીએ મૃતક મહિલા પાસે અશ્લીલ માંગણી કરી હતી. જેનો વિરોધ કરવા પર, આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં આરોપી ફરાર છે અને સિક્કા પોલીસ તેની શોધ કરી રહી છે.

પીડિત મહિલાના પતિનું થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું. તે પોતાના બે બાળક સાથે પંચવટી સોસાયટીમાં રહેતી હતી. આરોપીના સંપર્કમાં આવ્યા બાદ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો અને તે દરમિયાન આ હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં કચ્છ જિલ્લામાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી હતી. એક મહિલા પોલીસ અધિકારીની હત્યાના કેસે સનસનાટી મચાવી હતી. અંજાર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ પદ પર તૈનાત અરુણા નાથુ જાદવની હત્યા તેમના લિવ-ઇન પાર્ટનર અને સીઆરપીએફ કોન્સ્ટેબલ દિલીપ ડાંગાચિયાએ જ કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button