જામનગર

ગુજરાતના જામનગરમાં 83 લાખના હેરોઈન સાથે પંજાબના ચાર શખસની ધરપકડ

જામનગર: જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી ખાવડી વિસ્તારમાં ચાલતા નશીલા પદાર્થોના મોટા નેટવર્કને તોડી પાડ્યું હતું. પોલીસે 418 ગ્રામ હેરોઈન સાથે પંજાબથી હેરોઈનનો જથ્થો સપ્લાય કરવા આવેલા ચાર શખસની ધરપકડ કરી હતી.

આ ઝડપાયેલા હેરોઈનના જથ્થાની બજાર કિંમત આશરે 83,60,000 રૂપિયા જેટલી થાય છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ પોલીસને મોટી સફળતા મળી હતી.

આપણ વાચો: રાજસ્થાનથી કચ્છમાં નશીલા પદાર્થો ઘુસાડવાનું રેકેટ નિષ્ફળ; વાવ-થરાદ પોલીસે ભુજના ૩ યુવાનોને દબોચ્યા…

ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરી

એસ.ઓ.જી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી ગામે આવેલી હોટલ 666માં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં છુપાયેલા વિશાલસિંગ, હરપ્રીતસિંગ, બિક્રમજીતસિંગ અને જગદિપસિંગની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો સામે મેઘપર (પડાણા) પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરી છે.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ હેરોઈનનો જથ્થો અમૃતસરના રહેવાસી ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખસે સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસ દ્વારા ફિલિપ્સ ઉર્ફે ફૌજીને ફરાર જાહેર કરી, પંજાબના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button