જામનગર જેલમાં રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી, ભાવુક દ્રશ્યો સર્જાયા…

જામનગર : સમગ્ર ગુજરાતમાં આજે રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગર જિલ્લા જેલમાં પણ કેદીઓ માટે રક્ષાબંધનન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં જેલમાં બંધ ૫૫૦ થી વધુ કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી. તેમજ લાંબા સમય બાદ ભાઈ બહેનનું મિલન થયું હતું. જેના લીધે જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા.
જેલમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી
જામનગર જેલ વહીવટીતંત્રએ રક્ષાબંધન પર્વની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. જેમાં સવારથી જ કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે આવેલી બહેનોને જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
તેમજ રક્ષાબંધન પર્વ માટે જેલમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના લીધે બહેનો સરળતાથી ભાઈને રાખડી બાંધી શકે. આ પ્રસંગે જેલ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
જેલમાં યોજાયેલા રક્ષાબંધન પર્વ દરમિયાન બહેનોને ભાઈઓને કુમકુમ તિલક કરીને રાખડી બાંધી હતી. જેની માટે જેલ
તંત્રએ વ્યવસ્થા પણ રાખી હતી. જેથી કોઈ પણ બહેન તેના ભાઈને રાખડી બાંધવાથી વંચિત ન રહી જાય. આ દરમિયાન સુરક્ષાને ધ્યાનના રાખીને જેલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
તેમજ રાખડી બાંધવા આવેલી બહેનોને ક્રમ અનુસાર વ્યવસ્થા જળવાઈ તે રીતે જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની ઉજવણીના પગલે જેલમાં બંધ કેદીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.