કોંગ્રેસે જામનગરના હાપા બ્રિજનું લોકાર્પણ કરતાં રાજકીય માહોલ ગરમાયો

જામનગરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ 99 ટકા પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ માટે રોકી રાખવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસે પ્રજાને સાથે રાખીને લોકાર્પણ કરી નાંખતા રાજકીય માહોલ ગરમાયો હતો.
જામનગરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું મોટાભાગનું કામ કાજ પૂર્ણ થઈ ગયું હોવા છતાં સત્તાધીશો દ્વારા લોકાર્પણ કરવામાં આવતું નહોતું. જેને લઈ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તથા અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ એક્ત્ર થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પુલ પર મૂકવામાં આવેલી આડશને દૂર કરી જાતે જ પુલને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.
આ પણ વાંચો: જામનગરમાં મહિલાએ શોર્ટ કટમાં રૂપિયા કમાવા અજમાવી આવી તરકીબ, અમદાવાદ અને રાજકોટથી યુવતીઓ બોલાવીને પછી…
કોંગ્રેસ આરોપ લગાવ્યો કે, ભાજપ વિકાસના કાર્યોને પણ રાજકીય મુદ્દો બનાવે છે. આ પુલ પ્રજાના પૈસે બન્યો છે અને લોકોને તેની સુવિધા મળવી જોઈએ. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.