Jamnagar અને દ્વારકામાં બાકીદારો પાસેથી 36.65 કરોડ વસૂલવા વીજ તંત્રની 225 ટીમો મેદાનમાં ઉતરી…

અમદાવાદઃ જામનગર(Jamnagar)અને દ્વારકા જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરી દ્વારા વીજબીલના બાકીદારો સામે કડક વસૂલાત કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ચાલુ નાણાંકિય વર્ષના અંતિમ સપ્તાહમાં વીજ તંત્ર દ્વારા 225 ટીમો રચવામાં આવી છે. વીજ તંત્રએ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 5,672 બાકીદારો પાસેથી 7.97 કરોડની વસૂલાત કરી છે.
હકોના મીટર ઉતારવા સુધીની કાર્યવાહી
જામનગર અને દ્વારકા જિલ્લાના છ ડિવીઝનમાં કુલ 3.06 લાખ ગ્રાહકો પાસેથી 36.65 કરોડની વસૂલાત બાકી છે. દ્વારકા ડિવીઝનમાં 51,203 ગ્રાહકો પાસેથી રૂ. 9.74 કરોડ, જામજોધપુર ડિવીઝનમાં 33,320 ગ્રાહકો પાસેથી રૂ. 2.24 કરોડ અને ખંભાળિયા ડિવીઝનમાં 40,120 ગ્રાહકો પાસેથી રૂ. 2.79 કરોડ વસૂલવાના બાકી છે. જેથી બાકી રહેલી રકમ નહીં ચૂકવનારા ગ્રાહકોના મીટર ઉતારવા સુધીની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો : Gujarat મા જાહેર દેવાના પ્રમાણમા ઘટાડાનો દાવો, આગામી વર્ષે 15.28 ટકા રહેવાનો અંદાજ…
ગ્રાહકો પાસેથી રૂ. 3.44 કરોડની વસૂલાત બાકી
જામનગર શહેર-1 ડિવીઝનમાં 64,215 ગ્રાહકો પાસેથી રૂ. 9.14 કરોડ, શહેર-2 ડિવીઝનમાં 68,302 ગ્રાહકો પાસેથી રૂ. 11.28 કરોડ અને જામનગર ગ્રામ્યમાં 49,203 ગ્રાહકો પાસેથી રૂ. 3.44 કરોડની વસૂલાત બાકી છે. વીજ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરે જણાવ્યું હતું કે, ગ્રાહકોએ બાકી રકમ વહેલી તકે ચૂકવી દેવી જોઈએ. જેનાથી વીજ કનેક્શન કપાવાની કાર્યવાહીથી બચી શકાશે. વીજ તંત્રની સિસ્ટમમાં એક રૂપિયાની બાકી રકમ પણ નોંધાય છે.