જામનગરમાં મહિલાએ શોર્ટ કટમાં રૂપિયા કમાવા અજમાવી આવી તરકીબ, અમદાવાદ અને રાજકોટથી યુવતીઓ બોલાવીને પછી… | મુંબઈ સમાચાર
જામનગર

જામનગરમાં મહિલાએ શોર્ટ કટમાં રૂપિયા કમાવા અજમાવી આવી તરકીબ, અમદાવાદ અને રાજકોટથી યુવતીઓ બોલાવીને પછી…

જામનગર: શહેમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું હતું. કૂટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને મળી હતી બાતમી

જામનગરમાં આવેલા અંધઆશ્રમ આવાસના એક ફ્લેટમાં કૂટણખાનું ચલાવામાં આવતું હતું. જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં ફ્લેટમાં એક મહિલા દ્વારા બહારથી યુવતીઓ બોલાવીને કૂટણખાનું ચલાવાતું હતું.

આપણ વાંચો: જામનગરઃ મિનિબસમાંથી ઝડપાયું કૂટણખાનું, સુવિધા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

સિલાઈ કામ કરતી હતી પણ શોર્ટ કટમાં પૈસા કમાવવા કર્યું આ કામ

સમગ્ર ઘટના મામલે પોલીસે કૂટણખાનું ચલાવનાર 55 વર્ષીય મહિલા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનું ચલાવતી મહિલા સિલાઈ કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવા મહિલાએ પોતાના ઘરમાં કૂટણખાનું ચલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલાએ અમદાવાદથી બે અને રાજકોટથી એક એમ ત્રણ યુવતીઓ બોલાવતી હતી. ઘરમાંથી કૂટણાખાનું ઝડપાતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button