જામનગર

Saurashtra Rain: પરબટાણે જામનગરમાં વરસી તારાજી! જિલ્લામાં સરેરાશ 40 ઇંચ વરસાદ

જામનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લા પુરથી પ્રભાવિત થયા છે. અનેક જિલ્લાનાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદમાં જામનગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે. જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ 15 ઇંચ જેટલો નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં જામ જોધપુરમાં 13 ઇંચ, લાલપુરમાં 12 ઇંચ, કાલાવડમાં 11 ઇંચ, ધ્રોલમાં 7 ઇંચ, જોડિયામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: વરસાદના વિનાશ પછી વડોદરાવાસીઓને મહાકાય મગરોએ દોડતા કરી મૂક્યા, જોઈ લો વીડિયો

વરસાદથી ખૂબ જ પ્રભાવિત થયેલા જામનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામ જોધપૂર તાલુકામાં નોંધાયો છે કે જ્યાં 47 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગર તાલુકામાં 40 ઇંચ, જોડિયા તાલુકામાં 39 ઇંચ, ધ્રોલ તાલુકામાં 26 ઇંચ, કાલાવડ તાલુકામાં 46 ઈંચ, લાલપુર તાલુકામાં 37 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ બે દિવસ ભારે, અન્ય પંથકોમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો અપડેટ

જામનગર જિલ્લામાં વરસાદના રૌદ્ર સ્વરૂપને પગલે જિલ્લાના અનેક જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. ડેમની જળસપાટી સંપૂર્ણ ભરાય જતાં દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નદીમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, અનેક વિસ્તારોમાં લોકોને માલહાનિ વેઠવી પડી હતી. આ દરમિયાન જિલ્લાના અનેક ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાયો હતો.

જામનગરના બેડી વિસ્તારમાં એક યુવાન પાણીના તણાયો હતો જેને બચાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ SDRFની ટીમ પણ લાપતા બનેલા યુવાનને શોધવામાં જોડાઈ હતી. જો કે મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો મળ્યો નહોતો. આ સિવાય નદીઓમાં છોડવામાં આવેલા પાણીના લીધે વાંસ જાળિયા સહિત અનેક ગામોમાં પાણીમાં ફસાયેલા લોકોને તંત્રએ બચાવ્યા હતા.

આ પણ વાંચો: Gujarat માં ભારે વરસાદથી તારાજી, 35 લોકોનાં મોત

જામ જોધપુર તાલુકામાં તરસાઈથી હનુમાન ગઢ ગામના રસ્તામાં પડી ગયેલા વૃક્ષોને હટાવાયા હતા. આ સિવાય જામ જોધપુરના તરસાઈ ગામે મધ્યરાત્રીના 74 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. જામનગરમાં વસઈ ગામે સ્વિફ્ટ ગાડીમાં ફસાયેલા 2 નાગરિકોનું તાત્કાલિક રેસકયુ કરવામાં આવ્યું હતું. આ સિવાય જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના લીધે પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોનું જામનગર પોલીસ દ્વારા રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button