જામનગર

ગુજરાતના જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું

જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ જામનગર પહોંચી ગયાં છે. હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને શિયાળો ગાળવા જામનગર પહોંચ્યા છે. જામનગરને વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની પણ કહેવામાં છે. દર વર્ષે શિયાળા દરમિયાન વિદેશી પક્ષીઓ જામનગરમાં રોકાણ કરવા માટે આવતા હોય છે.

ખીજડીયા પક્ષી અભ્યારણ્ય પક્ષી પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

જામનગરમાં આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને રણમલ તળાવ આસપાસના વિસ્તારો આ વિદેશી પક્ષીઓના મનપસંદ સ્થળો છે. ખાસ કરીને રણમલ તળાવમાં મલાર્ડ નામનું પક્ષી પણ જોવા મળ્યું હોવાનું લોકોએ જમાવ્યું હતું. અત્યારે ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને રણમલ તળાવ પક્ષી પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ આ પક્ષીઓને જોવા પહોંચી રહ્યા છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર છે. જેમાં 29 પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની છે. આ ઉપરાંત મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે અહીના મહેમાન બને છે.

મલાર્ડ પક્ષી ઇકોસિસ્ટમ માટે મહત્ત્વનું

નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે લીલા માથા અને પીળી ચાંચ ધરાવતું બતક જેવું દેખાતું મલાર્ડ પક્ષી ઇકોસિસ્ટમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પક્ષીને નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હતાં. લોકો આ પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા હોય છે, નિષ્ણાતોનું કહેવું છે કે, ગાંઠિયા પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક સાબિત થતા હોય છે. જેથી લોકોને આવું ના કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

કારણે કે, ગત વર્ષે ખોરાકી ઝેરને કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા, એટલે પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિદેશી પક્ષીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખવું એ આપણની ફરજ છે.

આ પણ વાંચો…ગીરના સિંહોનું ‘વેકેશન’ પૂરું: પ્રવાસીઓ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા ખુલ્લા ગીર અભ્યારણ્યના દરવાજા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button