જામનગર

Jamnagar 23 કરોડના કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડર પરથી ઝડપાયો

અમદાવાદઃ જામનગર(Jamnagar)શહેરમાં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના ૨૩ કરોડનાં કૌભાંડમાં સંડોવાયલા નાસતા ફરતા એક આરોપીને નેપાળ બોર્ડર પરથી જામનગર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસમા અગાઉ પકડાયેલા પંકજભાઈ વડગામા અને ફરઝાના શેખ હાલ જેલમાં છે.

આ પણ વાંચો: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ પહોંચી ગયો હતો

જામનગર પોલીસમાં શહેરના અતિ ચકચારી ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના ૨૩ કરોડનાં કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ધવલ સોલાણી અને યશ સોલાણી પોલીસ પકડથી દૂર હતાં. પોલીસે તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બંને આરોપી વિદેશ ભાગવાની તૈયારીમાં છે. આરોપી યસ સોલાણી પ્રથમ દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ પહોંચી ગયો હતો અને થાઈલેન્ડથી નેપાળ આવ્યો છે. ત્યાંથી તે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

નેપાળથી જામનગર આવવા માટે નીકળ્યો હતો.

પોલીસે આ બાતમીને આધારે માહિતી એકત્ર કરીને આરોપી યશને નેપાળની રક્ષોલ બોર્ડરથી પકડી લેવા માટે ટીમ તૈયાર કરી હતી. તપાસમાં ગયેલી ટીમ દ્વારા નેપાળથી ભારતમાં પ્રવેશ કરવાની ચેકપોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન આરોપી નેપાળથી જામનગર આવવા માટે નીકળ્યો હતો. તેને પકડીને પોલીસે તેનું નામ અને સરનામુ પૂછતા તેણે પોતાનું નામ યશ સોલાણી છે અને જામનગરનો રહેવાસી છે એમ જણાવ્યું હતું. તપાસ ટીમે તેને તાત્કાલિક પકડી લીધો હતો.

ક્રેડિટ બુલ્સ કંપનીમાં એચઆર હેડ

પોલીસે તેની પુછપરછ કરતાં તેણે ક્રેડિટ બુલ્સ કંપનીમાં એચઆર હેડ હોવાનું જણાવ્યું હતું અને ગુનાની કબુલાત આપતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને ધરપકડ કરી હતી. ત્યાર બાદ જીપીઆઇડી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા આરોપીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્ચા હતાં. અગાઉ આ કેસમા પકડાયેલા પંકજભાઈ વડગામા અને ફરઝાના શેખ હાલ જેલમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button