જામનગર

ગુજરાતના BZ Scam ના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ

અમદાવાદ : ગુજરાતમાં 6000 કરોડના બીઝેડ કૌભાંડના(BZ Scam)મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપવો કિરણસિંહને ભારે પડ્યો છે. આ કેસમાં પોલીસ તેની મદદગારીના ગુનામાં ધરપકડ કરીને પૂછતાછ શરૂ કરી છે. ભૂપેન્દ્ર ઝાલાને વિસનગરના દવાડા ગામે કિરણસિંહ આશરો આપ્યો હતો. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા પોલીસથી બચવા ભાગતો હતો ત્યારે વિસનગરના દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસ પર રોકાયો હતો. જેની જાણ થતાં પોલીસે છુપા વેશે ફાર્મ હાઉસમાં પ્રવેશીની ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. જેની બાદ હવે ભૂપેન્દ્ર ઝાલાને આટલા દિવસ સુધી સંતાડનાર કિરણ ચૌહાણની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.

સીઆઇડી ક્રાઇમની પ્રેસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા બાદ વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાજનીતિમાં આવવાની ઈચ્છા હતી. કેબિનેટ મંત્રી બનવાના પણ સ્વપ્ન હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.

100 રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા

સીઆઇડી ક્રાઇમે પ્રેસ કોન્ફરસન્સમાં જણાવ્યું હતું કે આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. હાલમાં આ મામલે 100 રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે

આ પણ વાંચો…જામનગરની ન્યૂયર પાર્ટીમાં Radhika Merchant એ કર્યું કંઈક એવું કે…

રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો

તેમજ આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો તેવી માહિતી પ્રકાશમાં આવી છે. છેલ્લા 15 દિવસથી ત્યાં જ રોકાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે. જે ફાર્મહાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મહાઉસના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button