જામનગર

આજથી જામનગર, દ્વારકા, ઓખામાં પણ બ્લેક આઉટઃ પાકિસ્તાનના નિશાને સમગ્ર ગુજરાત…

જામનગરઃ છેલ્લા બે દિવસથી કચ્છના મોટા ભાગનાં શહેરોમાં બ્લેક આઉટ છે ત્યારે આજથી જામનગર, દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકામાં પણ બ્લેકઆઉટની જાહેરાત સ્થાનિક તંત્રએ કરી છે. જામનગરની કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી અંધારપટ રહેશે. તંત્ર દ્વારા લોકોને જનરેટર કે અન્ય વીજળીના ઉપકરણો ચાલુ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

આવી જ રીતે દ્વારકા, ઓખા, બેટ દ્વારકામાં પણ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંધારપટ રાખવાની જાહેરાત તંત્રએ કરી છે. દેશમાં યુદ્ધની સ્થિતિ છે અને કેન્દ્ર સરકારે પણ પાકિસ્તાનને કોઈપણ પ્રકારના હુમલા ન કરવા અને નહીંતર યુદ્ધ માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યુ છે ત્યારે ગુજરાતના ઘણા શહેરો પાકિસ્તાનના નિશાના પર છે અને સ્થાનિક તંત્ર સહિત તમામ એજન્સીઓ જરૂરી પગલા લઈ રહી છે. આજથી જામનગરમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. બજારો-દુકાનો બંધ કરી લોકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી છે. ભુજમાં બે દિવસથી અંધારપટ્ટ છે ત્યારે હવે આજથી સૌરાષ્ટ્રના બે શહેરોમાં પણ અંધારપટ રહેશે. જોકો લોકોએ ગભરાયા વિના તંત્રને સહકાર કરવાનો છે અને નાગરિક તરીકે સતર્ક બની ફરજ નિભાવવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button