જામનગર

જામનગરમાં નકલી પોલીસ અધિકારી બની ૧.૫૭ લાખની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ

જામનગર: જામનગરમાં એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી રૂ. ૧.૫૭ લાખની છેતરપિંડી થયાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી વિગતો અનુસાર જામનગરમાં એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને ૧૯ વર્ષીય યુવક પાસેથી રૂ. ૧.૫૭ લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શહેરના નવીવાસ આંબલી ફળીમાં રહેતા અને કટલેરીનો ધંધો કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખના મામા નાર્કોટિક ડ્રગ્સના કેસમાં હાલ જેલમાં હોય આથી તેમને જેલમાં જય મદદ કરવા તેમજ આ કેસમાથી તેનું નામ કઢાવવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી પૈસાની માગ કરી હતી.

આ પણ વાંચો: નકલી પોલીસે બની ફરતો ગઠિયો ઝડપાયો! પોલીસના સ્વાંગમાં લોકો પાસેથી પૈસા પડાવતો

આરોપીએ એસઓજી પોલીસના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી કટકે કટકે ૧.૫૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આ મામલે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ દરબારગઢ પોલીસ સ્ટેશનના પીસઆઇને સોંપવામાં આવી હતી અને તપાસમાં સલાયાના શબ્બીરહુસેન હારૂન ભગાડ હોવાનું નામ જાણવા મળ્યું હતું. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો હતો અને જામનગરના સી ડિવિજન પોલીસ સ્ટેશન તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે ગુના નોંધાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button