Video: ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાયા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર: જામનગરમાં અંબાણી સાથે ગરબાની મોજ માણી!

જામનગરઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી, ટ્રમ્પ જુનિયર એક મોટા કાફલામાં કડક સુરક્ષા વચ્ચે રિલાયન્સ ગ્રીન્સ તરફ રવાના થયા હતા. ત્યાં પહોંચવા પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા અંબાણી સાથે ગણપતિ મંદિરે પૂજા અર્ચના કરી હતી. આ દંપતીએ અંબાણી પરિવાર સાથે ગરબા-દાંડિયા રાસના ઉત્સવોમાં પણ ભાગ લીધો હતો. ટ્રમ્પ જુનિયરના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેમના સાથીઓને ગરબા-રાસ બતાવવા અને શીખવવા ગરબા મંડળી બોલાવવામાં આવી હતી. અનંત અંબાણીએ જુનિયર ટ્રમ્પને પણ ગરબાની ધૂન પર નચાવ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ ગરબે રમ્યા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ જોડાયા હતા. તેમની સાથે આવેલા વિદેશી મહેમાનો પણ ગરબાના રંગમાં રંગાયા હતા.
#WATCH : Trump Jr plays dandiya during Gujarat temple tour on Ambani family's invite#TrumpJunior #Jamnagar #Vantara #Gujarat pic.twitter.com/6OtBug5Ass
— upuknews (@upuknews1) November 21, 2025
જામનગર પહોંચતા પહેલા, ટ્રમ્પ જુનિયરે પહેલીવાર તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે લગભગ 45 મિનિટ સ્મારક પર વિતાવી, તેમની ગર્લફ્રેન્ડ સાથે પ્રખ્યાત ડાયના બેન્ચ પર ફોટા લીધા અને મુગલ સમ્રાટ શાહજહાં અને તેમની પત્ની મુમતાઝ મહેલની કબરો નિહાળી હતી. તેમની ગર્લફ્રેન્ડે લાલ વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો, જ્યારે ટ્રમ્પ જુનિયર સફેદ સૂટમાં જોવા મળ્યા હતા.
આપણ વાંચો: ગુજરાતમાં પણ SIRના કારણે BLOનો આપઘાત, કોડીનારના શિક્ષકે સુસાઈડ નોટમાં શું લખ્યું ?



