જામનગર

ગુજરાતના CMની સંવેદનશીલતા: ભૂપેન્દ્ર પટેલે લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું…

જામનગર: વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દાખવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગરના એક પરિવારે કરેલી વિનંતીને માન આપીને, મુખ્ય પ્રધાને સંવેદનશીલતા દાખવી પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું હતું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ કોઈ પણ અવરોધ વિના શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.

વાત એમ બની કે તારીખ ૨૩-૧૧-૨૦૨૫ ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે હતી, ત્યારે જ પરિવારને જાણ થઈ કે લગ્નના માત્ર એક દિવસ પછી, એટલે કે ૨૪-૧૧-૨૦૨૫ ના રોજ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો એક જાહેર કાર્યક્રમ તે જ ટાઉનહોલ ખાતે નિર્ધારિત છે. મુખ્ય પ્રધાનના કાર્યક્રમને પગલે ટાઉનહોલ અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તથા સુરક્ષા વ્યવસ્થાઓ સઘન બની હતી, જેના કારણે લગ્નવિધિમાં અવરોધ ઊભા થવાની શક્યતા ઊભી થતાં પરમાર પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

આ ચિંતાને લઈને પરિવારે મુખ્ય પ્રધાન કાર્યાલય સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તુરંત સંવેદનશીલતા દાખવી અને કહ્યું હતું, “આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે.” મુખ્ય પ્રધાનના આ આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી નાખવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા દીકરીના કાકા બ્રિજેશભાઈ પરમારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અને નવી વ્યવસ્થાઓ ઊભી કરવી અમારા માટે અઘરું હતું, પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને તેમણે હૈયાધારણ આપી કે લગ્ન શાંતિથી ટાઉનહોલ ખાતે જ કરો. અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.”

આ પણ વાંચો…કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને સરકારની ભેટ: રૂ. ૧૭૬ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button