જામનગર

જામનગરમાં મકાન થયું ધરાશાયી, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

જામનગરઃ શહેરમાં જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં બે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રતનબાઈની મસ્જિદ નજીક આ ઘટના બની હતી. છતનો ભાગ પડતાં મહિલા સહિત બે લોકો નીચે દબાતા ઘાયલ થયા હતા. નવા મકાનના સેન્ટિંગના કામ દરમિયાન બાજુના મકાનની છત ધરાશાયી થતા સમગ્ર ઘટના બની હતી.

આ પણ વાંચો: જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું

હનીફ પિઠડીયાના રહેણાંક મકાનની બાજુમાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું, તે સમયે સ્લેબનો ભાર જૂના મકાન પર પડતાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં હનીફની પત્ની મેમુનાબેન પીઠડીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઉપરાંત બાંધકામ સ્થળે કામ કરી રહેલા એક કડિયાને પણ ઈજા પહોંચી હતી. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button