અદ્ભુત…! જામનગરમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમના શ્વાસ થંભાવી દેતા કરતબ, જુઓ વિડીયો
જામનગર: ઈન્ડિયન એરફોર્સ દ્વારા આજે જામનગરના એરફોર્સ સ્ટેશન પર એર શો યોજવામાં આવ્યો હતો. આ બે દિવસીય આ એર શૉમાં એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવેલા કરતબોથી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. એર શો જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ વિડીયો…
સૂર્યકિરણ એરોબેટિક ટીમના કરતબ
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો હતો. આ એર શૉમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. એર શોમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવાના આવ્યું હતું.
આ પણ વાંચો…કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન
આકાશમાં દિલ, સૂર્યના કિરણો જેવી આકૃતિ
આ સાથે વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી. આ ઉપરાંત હાર્ટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ Y અને Aની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિયર-અપથી ગુંજી ઉઠ્યું હતું. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યાં હતાં. જે નિહાળીને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતાં. એર શોને નિહાળવા માટે હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ એકઠા થયા હતા.