
જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જામનગરમાં વંતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરનું (PM Modi visits Vantara wildlife rescue) સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનએ બનાવેલુ વનતારા 2000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓનું આવાસ છે. અનંત અંબાણીની આગેવાની હેઠળના વનતારામાં વન્યજીવનના રક્ષણ અને પુનર્વસન માટે આધુનિક પશુચિકિત્સા સુવિધાઓ છે. વનતારાથી દેશની પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટેના પ્રયાસોને ટેકો મળશે.
આ પણ વાંચો…ગુજરાતનો જીજ્ઞેશ પટેલ આ કારણે બની ગયો વસીમ ખલીલ, પણ કારસો કામ ન આવ્યો ને…
વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરની અંદરની વડાપ્રધાનની મુલાકાતનો વિડીયો સોશિયલ મડીયા પર શેર કરવામાં આવ્યો છે.
મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ વનતારાની અત્યાધુનિક પશુચિકિત્સા સુવિધાઓની મુલાકાત લીધી, જ્યાં તેમણે મેડીકલ પ્રોસેસ અને ઓપરેશન સુવિધાઓનું અવલોકન કર્યું. વનતારામાં પ્રાણીઓની ચિકિત્સા માટે MRI અને CT સ્કેન સુવિધાઓ, ઇંટેન્સીવ કેર યુનિટ અને વાઇલ્ડલાઇફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટલ અને ઇન્ટરનલ મેડિસીન સહિત અલગ અલગ વિભાગો છે.
વનતારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ એન્ડ કન્ઝર્વેશન સેન્ટરની હોસ્પિટલમાં, વડાપ્રધાન મોદીએ એક એશિયાઈ સિંહના MRIની પ્રોસેસ જોઈ અને તેમણે ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી, જ્યાં પશુચિકિત્સકો ઘાયલ થયેલા એક દીપડની સર્જરી કરી રહ્યા હતા.
આ પણ વાંચો…GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર; ઉમેદવારો જાણીને નવા નિયમો
વડાપ્રધાને વનતારામાં રાખવામાં આવેલી અનેક દુર્લભ પ્રજાતિના પ્રાણીઓની પણ મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીએ પ્રાણીઓના કુદરતી રહેઠાણો જેવા જ ઇન્ક્લોઝરોની પણ મુલાકાત લીધી અને એશિયાઈ સિંહ, સ્નો લેપર્ડ, એક શિંગડાવાળા ગેંડા જેવી પ્રજાતિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા સંરક્ષણ કેન્દ્રનું અવલોકન કર્યું.
વડાપ્રધાને એક મોટો અજગર, ટૂ હેડેડ સ્નેક, કાચબો, એક તાપીર, ખેતરમાંથી બચાવેલા દીપડાના બચ્ચા, એક વિશાળ ઓટર, એક બોંગો (કાળિયાર), સીલ અને જેકુઝી લઇ રહેલા કરતા હાથીઓ પણ જોયા. વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલની પણ મુલાકાત લીધી.