PM Narendra Modi સામે પણ Nita Ambani, Radhika Merchant એ કર્યું કંઈ એવું કે…

અંબાણી પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને અનંત અંબાણી (Anant Ambani)ના લગ્ન બાદથી તો આ પરિવાર ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
Also read : આવું છે અનંત અંબાણીનું એનિમલ રેસ્કયુ સેન્ટર વનતારાઃ જૂઓ વીડિયો
જામનગરમાં અનંત અંબાણીએ વનતારાની સ્થાપના કરી છે. જેનો હેતુ વન્યજીવોને એક સારી જિંદગી પ્રદાન કરવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વનતારાનું ઈનોગ્રેશન કરવા માટે જામનગર પહોંચ્યા હતા એ સમયે આખો અંબાણી પરિવાર ત્યાં હાજર હતો. આ બધા વચ્ચે નીતા અંબાણી (Nita Ambani) અને નાના વહુરાણી રાધિકા મર્ચન્ટે પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આવો જોઈએ શું ખાસ હતું રાધિકા અને નીતા અંબાણીના લૂકમાં-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો અને ફોટોમાં મુકેશ અંબાણી (Mukesh Ambani), અનંત અંબાણી, નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ હર હંમેશની જેમ અંબાણી લેડિઝે પોતાનો જલવો દેખાડીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ ખાસ પ્રસંગ માટે નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે દેસી લૂક કેરી કર્યો હતો.
સૌથી પહેલાં વાત કરીએ નીતા અંબાણીના લૂકની તો આ સમયે નીતા અંબાણીએ હર હંમેશની જેમ જ સુંદર સાડી કેરી કરી હતી. ક્રીમ અને રેડ કલરની સાડીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. અંબોડામાં નીતા અંબાણી અસ્સલ ગુજરાતણ લાગી રહ્યા હતા. વાત કરીએ રાધિકા મર્ચન્ટની તો રાધિકાએ આ સમયે પિંક ટિશ્યૂ સાડીમાં સુંદર લાગી રહી હતી.
આ સમયે રાધિકાએ ગળામાં સુંદર મંગળસૂત્ર પહેર્યું હતું.
વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પીએમ મોદીની બાજુમાં ઉભેલી જોવા મળી રહી છે. તેણે ખૂબ જ સુંદર અને મોર્ડન સ્ટાઈલમાં સાડી કેરી કરી હતી. મિનિમલ મેકઅપ અને જ્વેલરી સાથે રાધિકાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી સાથે રાધિકા હસતાં હસતાં વાત કરતી પણ જોવા મળી હતી.
Also read : આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આજનો દિવસ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે ગયા વર્ષે આજના જ દિવસે જામનગર ખાતે બંનેની હસ્તાક્ષર સેરેમનીનું આયોજન કરાયું હતું અને આ રસ્મને આજે એક વર્ષ પૂરો થયો છે. અનંત અને રાધિકાના લગ્નને એક વર્ષ પણ પૂરું નથી થયું. લગ્ન બાદ તેઓ મોટાભાગનો સમય જામનગર ખાતે જ પસાર કરે છે.