
રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના આચાર્યા પૂ. જશાજી સ્વામીના પરિવારના સૌરાષ્ટ્રના સિંહણ, પૂ. ઈન્દુબાઈ મ.સા.ના સુશિષ્યા મધુરવક્તા પૂ. રંજનબાઈ મહાસતીજી 83 વર્ષની વયે 58 વર્ષનો દીક્ષા પર્યાય પૂરો કરીને ચોથી નવેમ્બરના રાતે નાલંદા ઉપાશ્રય, રાજકોટ ખાતે કાળધર્મ પામ્યા છે.
વૈયાવચ્ચમાં લઘુભગિની પૂ. પદ્માબાઈ મ.સ., પૂ. સોનલબાઈ મ.સ., પૂ. મિનળબાઈ મ.સ., હતા. તેમની પાલખી આજે તા. પાંચમી નવેમ્બરના બપોરે પાલખી યાત્રા નીકળી હતી. ગોંડલગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સ., પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.એ ગુણાંજલિ આપી હતી. કાલાવડના અચરતબેન કેશવલાલ મહેતાના ગૃહાંગણે તા. 3-4-1942ના જન્મેલા રંજનબેન 25મા વર્ષે પોતાના નાના બહેન પદ્માબેન સાથે દિક્ષા અંગીકાર કરી હતી.