પાટીદાર અગ્રણી મહિલા જિગીષા પટેલ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા, ગોંડલથી લડશે ચૂંટણી? | મુંબઈ સમાચાર
ગોંડલ

પાટીદાર અગ્રણી મહિલા જિગીષા પટેલ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા, ગોંડલથી લડશે ચૂંટણી?

ગોંડલઃ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય અને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. પાટીદાર અગ્રણી મહિલા જિગીષા પટેલ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. અરવિંદ કેજરીવાલે તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.

આપમાં સામેલ થયા બાદ જિગીષા પટેલે ગોંડલમાં નાગરિક હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત પગપાળા રેલીમાં ભાગ લીધો હતો અને ધમકીઓનો સણસણતો જવાબ આપ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોંડલ નાગરિક હિત રક્ષક સમિતિ દ્વારા આ પગપાળા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી જેલ ચોક ખાતે શહીદ ભગવતસિંહની પ્રતિમાથી શરૂ થઈ સરદાર ચોક (ત્રણ ખુણીયા) સુધી પહોંચી હતી. અહીં જિગીષા પટેલ સહિતના આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને હારતોળા કરી “જય સરદાર”ના નારા લગાવ્યા હતા.

તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી સામાજિક રીતે લડતા હતા, પરંતુ કોઈપણ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજકારણમાં ઉતરવું પડે છે. તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભગતસિંહનું ઉદાહરણ આપતા કહ્યું કે, જનતાના હિત માટે તેઓ પણ રાજકારણમાં આવ્યા હતા અને વડીલોના કહેવાથી પોતે આ નિર્ણય લીધો હતો.

https://twitter.com/AAPGujarat/status/1983931480117215507

ગોંડલથી ચૂંટણી લડવાના સવાલ પર તેમણે કહ્યું કે, પાર્ટી જે કહેશે અને ટિકિટ આપશે, તે મારા માટે શિરોમાન્ય છે. આ ઉપરાંત તેમણે કહ્યું, થોડા સમય પહેલા મને લેટર મારફતે ધમકી મળી હતી કે જિગીષાબેનને ચોટલો પકડીને સ્ટેજ પર લાવવાના છે. આવા લોકોને મનની મનમાં ન રહી જાય તે માટે હું ગોંડલની બજારમાં પગપાળા ચાલીને આ રેલીમાં જોડાઈ હતી.

આપણ વાંચો:  ગુજરાત માટે લાલબત્તી: સ્તન કેન્સરથી મૃત્યુદરમાં 25 ટકાનો વધારો!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button