દોસ્ત દોસ્ત ન રહાઃ ગોંડલમાં મિત્રએ મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

ગોંડલ: તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કમઢીયા ગામના યુવક સામે એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત પ્રમાણે, આરોપી યુવક તેના પતિને મિત્ર હતો અને નિયમિત તેમના ઘરે આવતો હતો. જેના કારણે મહિલા અને યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ યુવકે તેને લગ્નની લાલચ આપી હતી. જેથી તે જુલાઈ, 2025માં ઘર છોડીને નીકળી ગઈ હતી.
જે બાદ આરોપી અને તેનો મિત્ર મોટર સાયકલ પર બેસાડીને લઇ ગયા હતા. કેશવાળા ગામના પાટીયા પાસે આવેલા એક ગેરેજની પાછળ આરોપીએ તેની સાથે ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીના કહેવાથી મહિલાએ તેના પતિ પાસેથી નોટરી કરારથી છૂટાછેડા પણ લઈ લીધા હતા.
પીડિતા જ્યારે તેને લગ્નની વાત કરતી ત્યારે ના પાડી હતી. આ બાદ પોલીસે મધ્યસ્થી કરતાં આરોપીએ ત્રણ દિવસમાં લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે બાદ ફરી ગયો હતો અને ફોન બંધ કરીને ગાયબ થઈ ગયો હતો. મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો…રાજકોટમાં યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, બાથરૂમમાં લઈ જઈ વીડિયો ઉતાર્યો ને પછી…