ગોંડલ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ 2 કિમી વાહનોની લાઈન લાગી | મુંબઈ સમાચાર
ગોંડલ

ગોંડલ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ 2 કિમી વાહનોની લાઈન લાગી

ગોંડલઃ અહીંના માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌથી વધુ મગફળીની આવક થઈ હતી. આશરે 85 હજાર ગુણીની મગફળીની આવક થતાં યાર્ડ બહાર 2 કિમી લાંબી લાઈન લાગી હતી. હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે મગફળીની આવક બંધ કરવામાં આવી હતી.

યાર્ડ સત્તાધીશો દ્વારા મગફળીની આવકની જાહેરાત કરાતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. યાર્ડની બહાર બંને બાજુએ 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.

આપણ વાંચો: અમરેલી જિલ્લામાં સરેરાશ 25 ઇંચથી વધુ વરસાદઃ છેલ્લા ચાર દિવસના વરસાદથી કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

આગામી દિવસોમાં પણ મગફળીની આવકમાં વધારો થવાની શક્યતા છે. આજની હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ રૂ. 800થી રૂ. 1100 સુધી બોલાયા હતા. જોકે પૂરતા ભાવ નહીં મળતાં ખેડૂતોએ નિરાશા પણ વ્યક્ત કરી હતી.

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવાથી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે મગફળી લઈને ગોંડલ યાર્ડમાં ન આવવા સૂચના આપવામાં આવી હતી.

રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપે છે.

આપણ વાંચો: મગફળીના ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન: SMSથી ચિંતિત ખેડૂતો માટે સરકારે કરી સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડને એશિયાનું પ્રથમ ડિજિટલ યાર્ડ બનાવવામાં આવ્યું છે. આ ડિજિટલાઇઝેશન ખેડૂતો અને વેપારીઓને વ્યવહારોમાં વધુ પારદર્શિતા અને સરળતા પૂરી પાડે છે. તે e-NAM (National Agriculture Market) સાથે પણ જોડાયેલું છે. ગોંડલ APMC મુખ્યત્વે તેના લાલ મરચાં માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે.

આ ઉપરાંત, તે વિવિધ પ્રકારના ઉત્પાદનો માટે જાણીતું છે, જેમાં મરચાં (સૂકા)ની મબલખ આવક અને ગુણવત્તા માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત દેશમાં સૌથી વધુ લસણની ખરીદી-વેચાણ કરતી કંપનીઓ અહીં મુલાકાત લે છે તેમ જ મગફળી, કપાસ અને ડુંગળી જેવી જણસીઓની પણ મોટી માત્રામાં આવક થાય છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button