
રાજકોટઃ ગ્લોબલ વૉર્મિગની અસર, મેલ ફ્લાવરના પ્રમાણમાં ફીમેલ ફ્લાવર ઓછા આવતા તેમ જ મધ્યા નામના રોગને લીધે આંબાને નુકસાન જવાના અહેવાલો વચ્ચે કેસર કેરીની પહેલી હરાજી ગોંડલની એપીએમસી ફ્રૂટ માર્કેટમાં થઈ છે અને તેની ઉજવણી પણ થઈ છે. શરૂઆતમાં તો કેરીનો ભાવ આસમાને જ હોવાનો પણ જો આવક ઓછી થઈ તો કેરી સસ્તી મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
Also read : 10 લાખ રૂપિયામાં લેતા હતા હત્યાની સોપારી; રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 ને ઝડપ્યા…
ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ જુના યાર્ડમાં ગીર કોઠારીયા અને વિજપરી ગામના ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 22 બોક્સની આવક છે. યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી જેમાં 10 કિલોના એક બોક્સનો ઊંચો ભાવ રૂ. 3100 તથા નીચો ભાવ રૂ. 2500 બોલાયો હતો. કેસર કેરીના ભાવ સારો મળતા બાગાયતી ખેતી કરતા અને એક વર્ષ આંબાનું જતન કરી કેરીઓની આવક મેળવતા ખેડૂતોને આનંદ થયો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નિતલી તથા ગીર ગઢડા ગામમાં આવેલા આંબાના બગીચામા હાલ ઉનાળાની સીઝનમાં કેસર કેરીનુ ઉત્પાદન થયુ છે. ગીર ગઢડાના નિતલી અને ગીર કોઠારીયા ગામના તેમજ સાવરકુંડલા ગામના વિજપરી ગામના ખેડૂત કેસર કેરીના લગભગ 20 બોક્સ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવી પહોચ્યા હતા. ભાવનગરના ખેડૂતો પણ ગોંડલ એપીએમસી ખાતે આવ્યા હતા.
Also read : ઘેડ પંથકને પૂર મુક્ત કરવા 1500 કરોડનો પ્લાન: મનસુખ માંડવિયા…
ગોંડલ માર્કેટમાં ગીર ગઢડાના ઘણા ગામોના ખેડૂતો હરાજી માટે આવે છે. કેસર કેરીની માગણ વિશ્વભરમાં છે અને મોટા પ્રમાણ નિકાસ પણ થાય છે. મહારાષ્ટ્રની હાફૂસ લગભગ એકાદ મહિનાથી બજારોમાં મળે છે. જોકે હજુ ભાવ ઓછો થયો નથી. કેસર કેરીની આ શરૂઆત છે. સૌરાષ્ટ્રમાં મોટેભાગે અમુક બગીચાઓ પાક વહેલો આવે છે એટલે કેરી અત્યારથી બજારમાં આવી જાય છે, પરંતુ ખરી આવકા એપ્રિલ મહિનાના અંતથી શરૂ થઈ મે અંત સુધી થાય છે અને આ સમયે કેરી સામાન્ય માણસને પોષાય તેવી હોય છે.