ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી

ગોંડલ: ખૂબ જ ચર્ચામાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની વિરુદ્ધની ફરિયાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી છે. આ કેસમાં પોલીસ દ્વારા 4500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને હાઇકોર્ટમાં તેમણા રિમાન્ડ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી છે. હવે આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે.
શું હતો બનાવ ?
ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમની ટોળકીની સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. 30મી મેની સાંજે જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલ લાવી નગ્ન કરીને માર મારી વિડીયો ઉતાર્યા બાદ જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે મૂકી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે, અને તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો : ગણેશ જાડેજાના ફરિયાદી રાજૂ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
ગણેશ જાડેજા વિરુદ્ધ નોંધવામાં આવેલી ફરિયાદી રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સંજય સોલંકીના પિતા રાજૂ સોલંકીની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાજૂ સોલંકી સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજૂ સોલંકી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાના કિસ્સામાં પીડિત સંજય સોલંકીના પિતા છે. રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને માર મારવાના કેસના ફરિયાદી રાજુ સોલંકીના ડિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે તેમને જેલહવાલે કરવામાં આવ્યો છે. હાલ તેને સુરતની જલાલપોર જેલમાં રાખવામાં આવશે. આરોપીના વકીલે આ કાર્યવાહીને લઈને સરકાર પર પ્રશ્નો કર્યા હતા.