ઉનાઃ 4 બાળકો સાથે ઘરેથી કાઢી મૂકેલી મહિલા માટે ૧૮૧ અભયમ બન્યું 'અભય' | મુંબઈ સમાચાર
ગીર સોમનાથ

ઉનાઃ 4 બાળકો સાથે ઘરેથી કાઢી મૂકેલી મહિલા માટે ૧૮૧ અભયમ બન્યું ‘અભય’

ગીર સોમનાથઃ રાજ્ય સરકારની સેવા ૧૮૧ મહિલા હેલ્પલાઇન થકી અનેક મહિલાઓને સેવા પ્રાપ્ત થઈ છે. આવા જ એક કિસ્સામાં ઊના મહિલા સહાયતા કેન્દ્ર પરથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ પ્રાપ્ત થયો હતો કે, ચાર નાના બાળકો સાથે એક નિઃસહાય મહિલા તેમના કેન્દ્ર પર આવી પહોંચી છે.

મહિલાએ જણાવ્યું હતું કે, તેમના પતિ કેફી દ્રવ્યો પી નશામાં મારપીટ કરી તેમને ઘર બહાર કાઢી મૂક્યા છે. પતિ હાલ ક્યાં છે તેની કોઈ માહિતી નહોતી તેમજ તેમનો કોઈ ફોન નંબર કે ચોક્કસ સરનામું પણ ઉપલબ્ધ નહોતું.

આપણ વાંચો: સુરેન્દ્રનગરમાં માનવતા મહેકી: 181 અભયમ હેલ્પલાઈન ટીમે નિઃસહાય માતા અને બાળકીને આશ્રય આપ્યો…

કોલ મળતા જ ૧૮૧ હેલ્પલાઇનના ફરજ પરના કાઉન્સેલર, કોન્સ્ટેબલ અને પાઇલોટ સહિતની ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં મહિલા પોતાના બાળકો સાથે અત્યંત ગભરાયેલી હાલતમાં રડી રહી હતી.

ટીમે તેમને આશ્વાસન આપી શાંત કર્યા હતાં. મહિલાએ જણાવ્યું કે, તેમના પતિ રોજ કેફી દ્રવ્યોનું સેવન કરી ઝઘડો કરે છે. તેમના બાળકોને મોબાઇલ ફોન આપવા બાબત થયેલા ઝઘડામાં તેમને માર મારી ઘર બહાર કાઢી મૂક્યા હતાં. મહિલાએ સહાય માટે પ્રયત્ન કર્યો છતાં મદદ ન મળતાં ઊના મહિલા સહાયતા કેન્દ્રે આશરો લીધો હતો.

આપણ વાંચો: ચાર પુત્રીઓ સાથે હમીરસર તળાવમાં આપઘાત કરવા પહોંચેલી પરિણીતાને અભયમ ટીમે બચાવી

મહિલાના પતિ કમાઈને કશું આપતા ન હોવાથી પ્લાસ્ટિક વીણી પોતાનું ગુજરાન ચલાવે છે. કોઈ સ્થિર રહેઠાણ ન હોવાથી તેઓ ઝૂંપડાંમાં રહે હતા. મહિલાના પિયર અંગે પૂછતાં જાણવા મળ્યું કે, તેમના માતા–પિતા તથા ભાઈ ઊના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે.

પરંતુ ગરીબીના કારણે તેઓ ચાર બાળકો સાથે રહેવા સંકોચ અનુભવી રહ્યા હતા. પરંતુ રાત્રિના સમયે મહિલા તથા તેમના બાળકોની સુરક્ષા અતિ આવશ્યક જણાતા ૧૮૧ ટીમે તેમના પિતાનું રહેઠાણ શોધી તેમને ત્યાં સલામત પહોંચાડ્યા હતાં.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button