ગીર સોમનાથ

ગીર ગઢડામાં સિંહણ પાસેથી મૃતદેહને બહાર ખદેડવા માટે જેસીબી-ટ્રેક્ટરની મદદ લેવી પડી…

ગીર ગઢડા: ગીરકાંઠાનાં ગામડાઓમાં વન્યજીવોનાં આંટાફેરા બહુ સામાન્ય બાબત છે. સિંહોનાં મલક ગણાતા ગીરમાં સિંહનો મમાણસ પર હુમલો બહુ દુર્લભ ગણાય છે, પણ ગીર સોમનાથ જિલ્લામાં વન્યજીવ સાથે માનવ સંઘર્ષની ઘટના સામે આવી છે, જેમાં સિંહણે એક 38 વર્ષીય વ્યક્તિ પર પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મૃતક તેમના ખેતરમાં પાણી વાળી રહ્યા હોય તે દરમિયાન સિંહણે તેમની પર હુમલો કર્યો હતો અને જડબામાં ખેંચીને લઈ ગઈ હતી. .

આ પણ વાંચો: Junagadh: ગીર નજીકથી વધુ એક એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

ગીર ગઢડાનાં કાકીડીમોલી ગામની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર ગઢડા તાલુકાનાં કાકીડીમોલી ગામની છે. ગામના 38 વર્ષીય મંગાભાઈ બોઘાભાઈ બારેયા તેમના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. આ દરમિયાન બચ્ચા સાથે સિંહણ ત્યાં ફરી રહી હતી અને ત્યારે સિંહણે મંગાભાઈ પર હુમલો કર્યો હતો. સિંહણ મંગાભાઈને ઢસડીને નજીકની ઝાડીઓમાં લઈ ગઈ હતી. જેને જોઈને આજુબાજુનાં લોકો બૂમાબૂમ કરી હતી પણ સિંહણ મંગાભાઈને છોડી નહોતી રહી.

મૃતદેહને કાઢવા ટ્રેક્ટર અને જેસીબીની મદદ

ખેતર પર હાજર લોકોનાં અનેક પ્રયત્નો છતાં સિંહણ મંગાભાઈને છોડી રહી નહોતી આથી અંતે લોકોએ ટ્રેક્ટરની મદદ લીધી હતી. ટ્રેક્ટરની મદદ લઈને લોકોએ સિંહણને ખદેડી કાઢી હતી. આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને સિંહણને શાંત કરીને તેને બચાવ કેન્દ્રમાં મોકલી આપવામાં આવી હતી.

આ અંગે શેત્રુંજી ડિવિઝનનાં ડીસીએફ જયંત પટેલે જણાવ્યું હતું કે, “આ બાબતે અમને 7 વાગ્યે સૂચના મળી હતી, ત્યાર બાદ અમારી ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને થોડા કલાકોની જહેમત બાદ સિંહણને શાંત કરીને તેને બચાવ કેન્દ્રમાં મોકલી દેવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button