ગીર સોમનાથટોપ ન્યૂઝ

સોમનાથ મંદિર અતિક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, દીવાલની ઊંચાઈ પાંચ-છ ફૂટથી વધુ હોવી જોઈએ નહીં

નવી દિલ્હી/સોમનાથઃ ગુજરાતના ગિર સ્થિત સોમનાથ મંદિર પાસેનું અતિક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કમ્પાઉન્ડની ફરતે દીવાલ બનાવવામાં આવી રહી છે. જો કે, આ દીવાલ અંગે એક વ્યક્તિએ કોર્ટે કેસ દાખલ કર્યો હતો. તેણે અરજી કરતા કહ્યું કે, આ દીવાલ માત્ર એટલા માટે બનાવવામાં આવી રહી છે, જેથી કોઈ અંદર પ્રવેશ ન કરી શકે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે, જો તમારે દીવાલ બનાવવી હોય તો બાર ફૂટની નહીં, પણ પાંચથી છ ફૂટની જ બનાવો. આ કેસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે ક્લેક્ટરને શું આપ્યો આદેશ?

કોર્ટ કાર્યવાહીની વાત કરવામાં આવે તો સરકાર પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અમે કોઈ કિલ્લો કે દીવાલ માત્ર અતિક્રમણને રોકવા માટે બનાવી રહ્યાં છીએ. તો કોર્ટે કહ્યું કે, તમે અતિક્રમણને રોકવા માટે 12 ફૂટની દિવાલ શા માટે બનાવો છો? તેના માટે માત્ર પાંચથી છ ફૂટની દીવાલ બનાવવાનું પર્યાપ્ત છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરને નિર્દેશ આપ્યો હતો. નોંધનીય છે કે, બન્ને પક્ષના વકીલ વચ્ચે ભારે દલીલો થઈ હતી અને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષોપો પણ કર્યાં હતાં. જો કે, સુપ્રીમ કોર્ટે અત્યારે માત્ર 5થી6 ફૂટની દીવાલ બનાવવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ફરી ડિમોલેશન કાર્યવાહી; 200 પોલીસકર્મીની તૈનાતી…

મંદિરની બાજુમાં અતિક્રમણને રોકવા માટે કાર્યવાહી

આ જગ્યા અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગીર સોમનાથમાં પાલિકા દ્વારા અનેક પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, જેમાં દરગાહ અને અન્ય બાંધકામો પણ સામેલ હતાં. પરંતુ સોમનાથ મંદિરની બાજુમાં અતિક્રમણને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી જે માટે એક વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ પહેલા પણ કરી હતી સુપ્રીમ કોર્ટમાં અરજી

આ પહેલા પણ ગુજરાત સરકાર સામે 28 સપ્ટેમ્બરે તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. કારણ કે, સુપ્રીમ કોર્ટની પૂર્વ પરવાનગી વિના જિલ્લામાં રહેણાંક અને ધાર્મિક બાંધકામોને તોડી પાડવામાં આવ્યાં હતાં. આ કેસમાં ગુજરાત સરકારે તેની ડિમોલિશનની કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે તે જાહેર જમીન પરના અતિક્રમણને દૂર કરવા માટેનું અભિયાન છે. ખંડપીઠ ગુજરાત હાઈ કોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી.

મહત્વની વાત એ છે કે ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે કેટલાક રાજ્યો દ્વારા તોડી પાડવા સંબંધિત અન્ય એક કેસમાં તેની પરવાનગી વિના, ગુનાના આરોપી વ્યક્તિઓ સહિતની મિલકતોને તોડી પાડવા પર રોક લગાવી દીધી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઇન અથવા જળાશયો જેવા જાહેર સ્થળો પરના અનધિકૃત બાંધકામોને લાગુ પડતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button