ગીર સોમનાથ

Mahashivratri પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક ખુલ્લા રહેશે…

અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ-ભારતના બાર જયોતિર્લિંગમાં પ્રથમ સૌરાષ્ટ્ર સાગરતટે સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની(Mahashivratri)તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના દિવસે સોમનાથમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓનો ધસારો જોતા સોમનાથ મંદિર 42 કલાક સતત ખુલ્લું રહેશે.

Also read : ગુજરાતમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શિકા થઈ જાહેર, પાલન નહીં કરો તો….

26 અને 27 ફેબ્રુ. એમ બે દિવસમાં પૂજા-આરતી રહેશે.

સોમનાથ શિવરાત્રી પ્રહર પૂજા આરતી 26 ફેબ્રુઆરી ના રાત્રે 8/45 અને આરતી રાત્રે 9/30 તથા જયોત પૂજન,બીજા પ્રહર પુજા રાત્રે 11 વાગ્યે અને આરતી રાત્રે 12/30 વાગ્યે, ત્રીજા પ્રહર પુજા રાત્ર 2/45 કલાકે અને આરતી રાત્રે 3/30 કલાકે આમ જોઈએ તો તા. 26 અને 27 ફેબ્રુ. એમ બે દિવસમાં પૂજા-આરતી રહેશે.

સોમનાથ ટ્રસ્ટના આયોજન મુજબ મહાશિવરાત્રીએ સવારે 4 વાગ્યે દર્શનાર્થીઓને દર્શન માટે ખુલશે જે બીજે દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સવારે ખુલેલુ સતત બંધ થયા વગર 27 ફેબ્રુઆરીના રાત્રીના 10 સુધી દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લુ રહેશે.

Also read : જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળા માટે અમદાવાદથી વધારાની 300 બસોથી 4000 ટ્રિપ દોડાવશે

સોમનાથ દાદાના શિખરે ધ્વજારોહણ કરાશે

સોમનાથ ટ્રસ્ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધ્વજારોહણ કરશે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ પરિસરમાં ઢોલ-શરણાઈ અને વાજતે ગાજતે ધુન ભજન અને પવિત્ર વેદમંત્રોચાર સાથે શિવપાલખી યાત્રા મંદિરના પ્રદક્ષિણા પથ ઉપર ફરશે. હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, બીલ્વપુજા, પાધપુજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુજય જાપ યજ્ઞશણગાર સંધ્યા દર્શન,ચાર પ્રહર પુજા,ચાર પ્રહર આરતી, પાર્થેશ્વર પુજા સહિતના વિવીધ કાર્યક્રમોને આવરી લેવાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button