સોમનાથ મંદિરે રાષ્ટ્રપતિએ શિશ ઝુકાવ્યું: દેશના જનકલ્યાણ માટે પ્રાર્થના, ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત લેશે

વેરાવળ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન આજે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી પ્રાર્થના કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ત્રિવેણી હેલિપોર્ટ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ મંદિર સંકુલમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. હવે તેઓ અહીથી ગીર નેશનલ પાર્ક જવા માટે રવાના થશે, જ્યાં તેઓ ગીર નેશનલ પાર્કની મુલાકાત તેમજ ગીરમાં વસતા આદિવાસીઓ સાથે મુલાકાત કરવાના છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી મળતી વિગતો અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇકાલે સાંજે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જયાં તેમનું ઉષ્માભર્યું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આજે રાષ્ટ્રપતિ મુર્મુ સોમનાથ મંદિરના દર્શન અને આરતીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે રવાના થયા હતા. સાસણ ગીર ખાતેના સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. તેમજ તેઓ સાસણ ખાતે રાત્રિરોકાણ કરવાના છે.

ત્રિદિવસીય પ્રવાસના અંતિમ દિવસે, આવતીકાલે 11 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્વારકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. ત્યારબાદ ત્યાંથી તેઓ અમદાવાદ પહોંચશે અને ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈને રાજ્યમાં સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ પણ વાંચો…રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતનાં મહેમાન, સાસણ ગીરમાં સિંહોને નિહાળશે, આદિવાસીઓને મળશે