સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ: પ્રભાસ પાટણ ગામ સજ્જડ બંધ…

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટને લઈને આજે પ્રભાસ પાટણમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટના વિરોધમાં આજે પ્રભાસ પાટણ ગામ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત જે લોકોનો જમીન સંપાદિત કરવામાં આવવાની છે તેઓને નોટીસ પાઠવવામાં નથી આવી.
મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટના વિરોધમાં આજે પ્રભાસ પાટણ ગામ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટની કામગીરી તેજ કરવામાં આવી છે. આ કામગીરીના વિરોધમાં સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે આ અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા 384 અસરગ્રસ્તોની મિલકત સંપાદિત કરવા તંત્રની કવાયત આદરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરગ્રસ્ત લોકોને નોટીસ આપવામાં નથી આવી.
તેમણે આગળ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ચારેક વખત મિલકત ધારકો સાથે બેઠકો યોજવામાં આવી હતી. લ્લા 2 દિવસથી અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતાં મામલો બીચકયો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રભાસ પાટણના તમામ સમાજના લોકો દ્વારા આજે બપોરે ગામમાં જઈ બંધ માટે વિનંતી કરી હતી અને ગામના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો.
આ પણ વાંચો…ગીર સોમનાથના 5 નિર્જન ટાપુઓ પર આગામી બે મહિના સુધી પ્રવેશ પ્રતિબંધ