PM Modi Gujarat Visit: પીએમ મોદી સિંહ દર્શન કરવા પહોંચ્યા…

જુનાગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો (PM Modi Gujarat Visit 2025) આજે ત્રીજો દિવસ છે. સોમનાથમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ સાસણ (Sasan Gir) આવી પહોંચ્યા હતા. સાસણમાં વડા પ્રધાને રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે સિંહ દર્શન માટે પહોંચ્યા હતા. ભંભાફોળ નાકાથી સિંહ દર્શન માટે વડા પ્રધાનનો કાફલો અંદર પ્રવેશ્યો હતો.
Also read : વડા પ્રધાન મોદી દાદા સોમનાથને શરણેઃ મંદિરમાં કરી પૂજા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આજે વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠક યોજાશે. જેમાં પણ તેઓ હાજર રહેશે. સાસણની મુલાકાત બાદ વડા પ્રધાન રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
Also read : Gujarat માં સોમનાથ ખાતે 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું આયોજન…
રવિવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચ્યા હતા. વડા પ્રધાનનાં આગમનને લઈને સોમનાથમાં ભારે સુરક્ષા બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સોમનાથ ખાતે હેલિપેડ ખાતે હેલિકોપ્ટરનું ઉતરાણ થયું હતું અને ત્યાંથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. શનિવારે જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વનતારામાં ચાર કલાક જેટલું રોકાણ કર્યા બાદ સોમનાથ જવા રવાના થયા હતા.