શોકિંગઃ ગીરગઢડાનાં ફરેડા ગામમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
ઊનાઃ દીવાલ ટપીને આવેલાં માનવભક્ષી દીપડાએ ફળિયામાં સૂતેલા વૃદ્ધા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતી ઘટના ગીરગઢડાનાં ગીર બોર્ડર નજીકનાં ફરેડા ગામે બની. દીપડાએ વૃદ્ધા પર કરેલા જીવલેણ હુમલાને કારણે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર ગઢડાના ફરેડા ગામે ગત મોડીરાત્રિના આ ઘટના ઘટી હતી. વન્ય વિસ્તારની ગીર બોર્ડરમાંથી શિકારની શોધમાં આવી ચડેલાં માનવભક્ષી દીપડો માવજીભાઈ જોગીયાનાં બંધ અને ઊંચાઈ ધરાવતાં ડેલાની દીવાલ કૂદી અગાસી પર આવીને ઘરમાં પ્રવેશ્યો હતો, ત્યારબાદ ત્યાં આંટાફેરા મારી ફળિયામાંમાં ખાટલામાં વૃદ્ધા પર હુમલો કર્યો હતો.
વૃદ્ધાની ઓળખ દિવાળીબેન માવજીભાઈ જોગિયા (ઉ ૬૫) તરીકે કરી હતી. દિવાળીબેન પરના હુમલામાં તેમને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. એ વખતે પરિવારના સભ્યોએ લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધાને 108 મારફતે નજીકની ગીરગઢડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવતાં, જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધાને મૃત જાહેર કર્યાં હતાં.
આ પણ વાંચો: Crime News:ગીર સોમનાથમાં પતિ-પુત્રને ભાથું આપવા ગયેલી મહિલાની કરપીણ હત્યાનો આ રીતે ઉકેલાયો ભેદ
ફરેડા ગામે શિકારની શોધમાં નિકળેલા ખૂંખાર દીપડાએ વૃદ્ધા પર હુમલો કરી મોતને ઘાટ ઊતારી યાની જાણ બાબરીયા વન ફોરેસ્ટ વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નાસી છૂટેલા માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે ક્વાયત હાથ ધરી હતી
ફરેડા ગામે ખૂંખાર દીપડાએ વયોવૃદ્ધ મહિલાને ફાડી નાખ્યાંની વાતો આજુબાજુનાં વિસ્તારો ફેલાતાં વન્યપ્રાણીનાં વધી રહેલાં હુમલાનાં બનાવોથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આમ પણ ઘણાં વર્ષોથી ગીર જંગલનાં વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારો છોડી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પડાવ નાખી ધોળા દિવસે પણ જ્યાં ત્યાં લટાર મારી જાહેર માર્ગ પર શિકાર કરી મિજબાની માણી રહ્યા હોવાનું છાશવારે જોવાં મળતાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.