ગીર સોમનાથ

ઘરમાં જ દીપડા ઘુસી જાય તો રહેવું કઈ રીતેઃ ઊનામાં દીપડાથી પત્નીની બચાવતા પતિ ઘાયલ

ઊનાઃ સાસણ, ગીર-ગઢડા આપસાસના વિસ્તારોમાં સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો રંજાડ દિવસે ને દિવસે વધતો જાય છે. જંગલી વિસ્તારોનું નિકંદન અને સિંહ તેમ જ દીપડાની વધતી વસ્તીને લીધે લોકોના જીવ પર સતત જોખમ તોળાતું રહે છે.

આવી ઘટના ફરી ઊના ગામના આમોદ્રામાં બની છે, જ્યાં 50 વર્ષીય ખેડૂત પર દીપડાએ ઈજા કરતા તેમને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલે ખસેડવા પડ્યા હતા અને દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો.
આ દીપડો વહેલી સવારે ઘરમાં ઘુસી ગયો હતો. અહીં રહેતા રમેશભાઈ ઝાવાલાડીયાનાં પત્ની દક્ષાબેને ઘરનો ગેટ ખોલતા સામે જ દીપડો ઊભો હતો અને દીપડાએ તેમનાં પર તપાર મારવાની કોશિશ કરી હતી, પંરતુ તેમણે દોટ મૂકી હતી અને તેમની બૂમાબમ સાંભળતા તેમનાં પતિ રમેશભાઈ દોડી આવ્યા હતા, રમેશભાઈ દક્ષાબેનને બચાવવા ગયા, પરંતુ દીપડાએ તેમના પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

દીપડો ઘરમાં રસોડામા ઘુસી ગયો હતો ત્યારે જ વનવિભાગની ટીમ આવી હતી
રમેશભાઇ ઝાલા વડીયા નાં ઘરના પાછળના ભાગેથી દીપડો રસોડામાં ઘુસ્યો તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઇને દોડી આવ્યા. તેમણે દીપડાનો પ્રતિકાર કર્યો. જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો. રમેશભાઇ તેની પાછળ પાછળ જતાં દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘુસી ગયો રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઇ પર હુમલો કરતાં ડાબા હાથ પર ગંભીર ઈજા કરી હતી રમેશભાઇ એ લાકડીથી તેનેભગાડવાનો પ્રયત્ન જો કે, આ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમણે રસોડામાં ઘુસી ગયેલા દીપડાને દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી બહાર કાઢી પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં જસાધાર ખસેડ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને હાથે ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ અંગે સ્થાનિકો સતત ફરિયાદો કરી રહ્યા છે. અહીંના સ્થાનિક ગામના સ્થાનિક દિલિપભાઇ જણાવ્યું હતું કે અમોદ્રા ગામમાં એકપણ એવી સીમ નથી કે, જ્યાં દીપડો ન હોય, એટલું જ નહિ દરેક વિસ્તારમાં સિંહો સહિતના વન્યપ્રાણી ખેતરો અને સીમાડામાં રહેઠાણ બનાવી બેઠા હોય અવારનવાર માનવ વસાહતોમાં ઘુસી આવે છે, તેથી અમારા પર જોખમ હંમેશાં લટકતું રહે છે.

આ પણ વાંચો…મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્ક-આરેમાં દીપડાઓની સંખ્યામાં થયો વધારો…

    દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

    Pooja Shah

    જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
    Back to top button