ગીર સોમનાથ

ગિરનાર સ્પર્ધામાં ડોપિંગનો આક્ષેપ, તંત્રએ તપાસની આપી બાંહેધરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય એથલેટિક્ સ્પર્ધાઓમાં ડોપિંગની ફરિયાદો થતી હોય છે, પરંતુ જૂનાગઢના ગિરનાર ચઢાણ સ્પર્ધામાં ડોપિંગની ફરિયાદો થતા ખળભળાટ મચ્યો હતો. છેલ્લા 18 વર્ષથી ચાલી આવતી આ સ્પર્ધામાં ડોપિંગના આક્ષેપો થયા હતા. આ સ્પર્ધામાં 12 રાજ્યમાંથી 516 સ્પર્ધકે ભાગ લીધો હતો. ખૂબ જ ઉત્સાહ વચ્ચે આ સ્પર્ધા પૂરી તો થઈ હતી, પરંતુ અમુક મહિલા સ્પર્ધકોમાં હમોગ્લોબિનનું પ્રમાણ 21 જેટલું આવતા વિવાદ થયો હતો.

આ પણ વાંચો : હાડ થિજવતી ઠંડીમાં 1100 ચડ્યા ગરવો ગિરનાર, દસ રોકડ ઈનામ મળ્યું

હરિયાણાની એક સ્પર્ધકે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય રીતે યુવતીઓમાં હિમોગ્લોબિનનું સ્તર 12થી 16 હોવું જોઈએ, પરંતુ અહીં અમુક સ્પર્ધકોનું સ્તર 21 સુધી જોવા મળે છે, જે કુદરતી નથી. એવો આક્ષેપ પણ થોય હતો કે આ પ્રકારની નશાકારક દવાઓને લીધે કારણે ખેલાડીઓને થાક કે શ્વાસ ચડતો નથી. આઆક્ષેપ બાદ તંત્રએ તપાસની બાંહેધરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામા વિજેતાને રૂ. 1 લાખનો પુરસ્કાર મળે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button