અહેમદપુર માંડવીના બીચ પર સાવજોની લટાર; ગીર છોડી દરિયાકિનારે પહોંચ્યા વનરાજ…
ઉના: ગીરના સાવજો હવે માત્ર ગીરના જંગલોમાં નહિ પણ સૌરાષ્ટ્ર આખામાં જોવા મળી રહી છે. ત્યારે ઉનાના અહેમદપુર માંડવીના દરિયાકિનારાના વિસ્તારમાં બે સિંહ મસ્તી સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. બીચ પર લટાર મારતા બંને સાવજોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
Also read : લો બોલોઃ ગુજરાત હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસનાં મોબાઈલ ચોરાયાં
ગીરના સાવજો માટે હવે ગીરનો પનો ટૂંકો પડી રહ્યો છે. બરડામાં, પાંચાળના ડુંગરાળ વિસ્તારોમાં ઘણા સમયથી ગીરના સિંહો વિહરતા જોવા મળી રહ્યા છે. ગીરના સાવજો હવે ગીર જંગલના વિસ્તારને છોડી બૃહદ ગીર કે તેનાથી પણ આગળના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આવી જેની અનેક ઘટનાઓ જોવા મળી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે સિંહ અહેમદપુર માંડવી અને દીવ નજીકના ઘોઘલા બીચના દરિયાકિનારાના ભાગે જોવા મળી રહ્યા છે. જેમાં બે સિંહ ધોળા દિવસે દરિયાકિનારાના ભાગે મસ્ત બનીને વિહરી રહ્યા છે..
Also read : HMPV: અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, 4 મહિનાના બાળકને લાગ્યો ચેપ
અત્રે ઉલ્લેખનીય છે લે દીવ નજીક બીચ પ્રવાસનને વેગ આપવા માટે ત્રણ દિવસના બીચ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ બીચ ઉત્સવ પૂર્ણ થયા બાદ બે સિંહ આ જ બીચ નજીક લટાર મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.