ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભયનો માહોલ | મુંબઈ સમાચાર

ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભયનો માહોલ

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે લગભગ 9:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી લગભગ ૧૦ કિલોમીટર નીચે હતી.

મોટા ધડાકા સાથે ધરતી ધ્રૂજી

ભૂકંપનો આંચકો ભલે હળવો હતો, પરંતુ મોટા ધડાકાનો અવાજ આવતાની સાથે જ લોકોમાં ભય ફેલાયો હતો અને તેઓ ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. તાલાલા અને ગીર આસપાસના ગામડાઓમાં પણ આ આંચકો અનુભવાયો હતો. ખાસ કરીને આકોલવાડી વિસ્તારમાં પણ ધરા ધ્રુજી હોવાના અહેવાલ છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર આજે રાત્રે 9 વાગ્યે, 15 મિનિટ અને 25 સેકન્ડે (IST) ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર 21.23 અક્ષાંશ અને 70.62 રેખાંશ પર, જમીનથી 5 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકાને કારણે સ્થાનિકોમાં થોડો ભય ફેલાયો હતો, જોકે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. આ ઘટનાની સમીક્ષા કરવામાં આવી છે.

આપણ વાંચો:  રાજ્યમાં કોવિડ-19ના 185 નવા કેસ: એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને

જાનમાલનું નુકસાન નહીં

રાહતની વાત એ છે કે, ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

Back to top button