ગીર સોમનાથમાં દેવાયત ખવડની બબાલ મુદ્દે શું થયો મોટો ખુલાસો?

ગીર સોમનાથઃ જાણીતા કલાકાર દેવાયત ખાવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે બબાલ મામલે ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ અને હુમલાનો ભોગ બનનાર તરત જ ઓળખી ગયા હતા.
ગીર સોમનાથના ડીવાયએસપી વી. આર. ખેંગારે જણાવ્યું, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયા હતા.
પોલીસ દ્વારા દેવાયત ખાવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ હતી. હાલ નાસી ગયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તાલાલા પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, ધ્રુરાજસિંહ દ્વારા તેમના ત્યાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં દેવાયત ખવડને આવવાનું હતું. તેમણે અગાઉથી આઠ લાખ રૂપિયા લીધા હતા અને કોઈ કારણસર ગયા નહોતા. આ બાબતને લઈને અગાઉ તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી.
જેનું મનદુખ રાખ્યું હતું. જ્યારે ધ્રુવરાજસિંહ સાસણ આવ્યા છે, તે બાબતની તેમને માહિતી મળી હતી. જે બાબતે તેની રેકી કરી ઈરાદાપૂર્વક કાવતરું રચી તેને મારવા માટે આવ્યા હતા. જ્યારે આ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.