ગીર સોમનાથ

ગીર સોમનાથમાં ફરી ડિમોલેશન કાર્યવાહી; 200 પોલીસકર્મીની તૈનાતી…

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નજીકનાં વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ બુલડોઝર કાર્યવાહી કરી હતી. દબાણ હટાવવાની કામગીરી માટે 200 જેટલા પોલીસકર્મીનાં કાફલાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

6000 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઇ
પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણમાં વહીવટી તંત્ર દ્વારા 6000 ચોરસ મીટરની જગ્યા પર 70 કાચા-પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો-દૂકાનો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી પૂર્વે જ તંત્રએ 200 જેટલા પોલીસકર્મીનાં કાફલાનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મહિના પહેલા નોટિસ આપી હતી
આ અંગે વહીવટી તંત્રએ માહિતી આપતા કહ્યું હતું કે આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી અને સપ્તાહ પૂર્વે જ વીજ કનેક્શન પણ કાપી લેવામાં આવ્યા હતા. જો કે તેમ છતાં કોઇએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા ન હોય જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ધારાસભ્યની અટકાયત
આ સમયે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં આવ્યા હતા અને મામલતદાર તેમજ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. મામલતદાર અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓ ન સમજતા તેમની અટકાયત કરવામાં આવી હતી. વિમલ ચુડાસમાએ કલેક્ટર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તમારામાં ત્રેવડ હોય તો તેના દબાણો હટાવો. સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી અને આ કલેકટરે આવીને શાંતિ બગાડી નાખી છે.

આપણ વાંચો: સોમનાથમાં ડિમોલેશનનો વિરોધ કરતા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15ની અટકાયત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button