ગીર સોમનાથ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથના માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું

ગીર સોમનાથઃ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. હાલ રાજ્યના પાક નુકસાનીના સર્વેનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથના માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ગીર સોમનાથના કોડીનારના કડવાસણ અને જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી.

મુખ્ય પ્રધાને ખેતરોની મુલાકાત લઈને વ્યાપક નુકસાનનું જાતે નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી રાજ્યમાં 249 તાલુકાના 16000થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે.

આપણ વાંચો:  ડિજિટલ એગ્રિકલ્ચરને વેગ આપવા ગુજરાત સરકારે કરી અનોખી પહેલ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button