ગીર સોમનાથ

ગાંજો પીવાની આદતે 75 વર્ષીય વૃદ્ધને જેલ ભેગા કર્યા; વાડામાંથી ઝડપાયો 27.66 લાખનો ગાંજો

ગીર ગઢડા: ગુજરાતમાં નશાખોરીને ડામવા પોલીસ સતત કામગીરી કરી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 27.66 લાખની કિંમતનો 55 કિલોથી વધુ ગાંજાનો વિશાળ જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથ પોલીસે NDPS એક્ટ હેઠળ આ મોટી કાર્યવાહી કરી છે, જેમાં 75 વર્ષીય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, 5 ફેબ્રુઆરી, 2026ના રોજ SOG ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને SOG સ્ટાફ ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને અંગત બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગીરગઢડાના ઢોરા શેરી, ઉના રોડ પર આવેલા એક રહેણાંક મકાનના વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, આરોપીના રહેણાંક મકાનના વાડામાંથી આશરે 0.5 ફૂટથી 4 ફૂટ લંબાઈના નાના-મોટા ગાંજાના છોડનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ ગાંજાનું કુલ વજન 55 કિલો 320 ગ્રામ હતું, જેની બજાર કિંમત રૂ. 27, 66, 000/-આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 5,000/-ની કિંમતનો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મુદ્દામાલ રૂ. 27,71,000/-સાથે કડીયાકામની મજુરી કરનારા આરોપી ભીખાભાઈ અતુભાઈ મકવાણા (ઉંમર 75 વર્ષ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ગાંજો પીવાની આદત હોવાથી પોતાના રહેણાંક મકાનના વાડામાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરતો હતો. તે લીલા ગાંજા ના છોડની સુકવણી કરીને છૂટક વેચાણ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

આપણ વાંચો:  સુરતમાં 44 વર્ષની યુવતીને દાબમાં રાખવા સાસરિયાંએ નોટરી કરાવતાં આપઘાત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button