
કચ્છ/દ્વારકાઃ દ્વારકા અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠા પર છેલ્લા 15 દિવસથી કન્ટેનર ટેન્ક તણાઈ આવી રહ્યા છે. કચ્છ અને દ્વારકા પોલીસ બિનવારસી કન્ટેનર કબજે કરી તપાસ કરી રહી છે. પરંતુ, હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દરિયામાં કોઈ શીપમાંથી આ કન્ટેનર પડી ગયા બાદ તણાઈને આવતા હોવાનું અનુમાન કરવામા આવી રહ્યું છે. જો કે હવે આ બિનવારસુ કન્ટેનર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
આ પણ વાંચો: દ્વારકાના દરિયા કિનારે અજાણ્યું કન્ટેનર તણાઈ આવ્યું, કેમિકલ હોવાની શંકા
મળતી વિગત મુજબ, કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાન પીર પાસેથી એક અને શિયાળ બારી વિસ્તારમાં થી બે કન્ટેનર જખૌ પોલીસને સાતમી ઓગસ્ટે બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જખૌ મરીને પોલીસ કન્ટેનરને કિનારા પર લાવી તપાસ હાથ ધરી હતી અને કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ત્યાર બાદ 11મી ઓગસ્ટે અબડાસા તાલુકાના સુથરી પાસેના દરિયામાંથી એક કન્ટેનર મળ્યું હતું. ત્યારબાદ 20મી ઓગસ્ટે પણ માંડવીના પાંચોટીયા, ભાડા અને કડુલી પાસેના દરિયાકાંઠેથી કૂલ ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા હતા.
આ પણ વાંચો: કચ્છના દરિયાકાંઠેથી 7 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યાં! બીએસએફે તપાસ શરૂ કરી
આ જ પ્રકારે કચ્છ બાદ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી પણ બિનવારસી ટેન્કર તણાઈને આવી રહ્યા છે. દ્વારકામાં 17મી ઓગસ્ટે વરવાળા પાસેથી, 20મી ઓગસ્ટે મીઠાપુર પાસેથી અને 22મી ઓગસ્ટે ધ્રેવાડ પાસેથી બિનવારસી કન્ટેનર મળી આવ્યું હતું