
દ્વારકા: બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલમાં ગુજરાતના પ્રવાસે છે અને ગીર નેશનલ પાર્કની મુલાકાત બાદ તેઓ દ્વારકા પહોંચી હતી. કંગનાએ જગત મંદિર, દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને આ પવિત્ર સ્થળની મુલાકાતની તસવીરો સાથેની એક રીલ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
મંદિરમાં, કંગના આછા ગુલાબી રંગની સાડીમાં જોવા મળી હતી, જેમાં સફેદ ભરતકામ હતું. તેણે વાળનો સાદો અંબોડો વાળ્યો હતો અને ઓછા મેકઅપ સાથે સાદી બુટ્ટી અને વીંટી જેવા આભૂષણો પહેર્યા હતા.
કંગનાએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત વિશે પોતાનો ભાવુક અનુભવ ફેન્સ સાથે શેર કર્યો. તેણે હિન્દી કેપ્શનમાં લખ્યું હતું કે, “આજે પરમ પુણ્ય દ્વારકાજીમાં સમગ્ર સંસારના સ્વામી દ્વારકાધીશના દર્શન કર્યા. હમેશાની જેમ તેમને મળીને મન શાંત, શાલીન અને તેના પ્રેમમાં મગ્ન થઈ ગયું.
દ્વારકાધીશની કૃપા, પ્રેમ ઔર ભક્તિ સદાય બની રહે.” કંગનાએ વર્ષ 2024માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી જીતી હતી. અભિનય ઉપરાંત, તે હવે મંડીના સાંસદ પણ છે.
બૉલીવુડ એક્ટ્રેસે આ આધ્યાત્મિક પોસ્ટ પર ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કમેન્ટ સેક્શનમાં ફેન્સનો પ્રેમ અને આદર વ્યક્ત થયેલો જોવા મળ્યો. એક ચાહકે લખ્યું, “કેટલી ધન્ય અને શાંતિપૂર્ણ ક્ષણ! પવિત્ર ભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ, વિશ્વના નાથના દર્શન કરવા ખરેખર ખાસ છે.
તમારી ભક્તિ ચમકે છે, કંગના રનૌત. ભગવાન દ્વારકાધીશની કૃપા, પ્રેમ અને ભક્તિ હંમેશા તમારી સાથે રહે.” અન્ય એક ચાહકે કમેન્ટ કરી કે, “આ શાંતિ અને ભક્તિની ખરેખર સુંદર અને શાંત ક્ષણ છે. દ્વારકા હંમેશા હૃદયને શાંતિ અને આદરથી ભરી દે છે. કંગના રનૌત, તમને સતત કૃપા મળતી રહે તેવી શુભેચ્છા!”
આ પણ વાંચો…કંગના રનૌતને ખેડૂત આંદોલન મુદ્દે ટિપ્પણી કરવાનું ભારે પડ્યું, હવે રાજદ્રોહનો કેસ ચાલશે



