દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું | મુંબઈ સમાચાર

દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં શનિવારે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા છે. જેના પગલે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

શ્રી કૃષ્ણનો 5291નો જન્મોત્સવ ઉજવાશે

દ્વારકામા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનના રાખીને પોલીસે ગોમતી ઘાટ અને જગત મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. તેમજ પોલીસે આ વાતને સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. ભગવાન
શ્રી કૃષ્ણનો 5291નો જન્મોત્સવ જગત મંદિર દ્વારકામાં ઉત્સાહભેર ઉજવવામાં આવશે.

1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત

આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દ્વારકા મંદિરના વિવિધ વિસ્તારોમાં કુલ છ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સતત નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન

જ્યારે વધતી ભીડના લીધે ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તહેવાર દરમિયાન હાઇવે પર ટ્રાફિક જામ ન થાય તે માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને, રાજકોટથી દ્વારકા સુધીની ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં પ્રયાસ કરવામાં આવ્યા છે.

આપણ વાંચો:  પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન: હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button